RBI દ્વારા 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત બાદ બજારમાં રોકડનો જથ્થો સતત ઘટી રહ્યો છે. RBIના જણાવ્યા અનુસાર 2 જૂન સુધી લોકો પાસે કુલ રોકડ 83,242 કરોડ રૂપિયા ઘટીને 32.88 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
બેંકો પાસે રોકડ થાપણોમાં જંગી વધારો
2 જૂનના રોજ પૂરા થતા પખવાડિયામાં બેંક ડિપોઝીટની રકમ રૂ. 3.26 લાખ કરોડ વધીને રૂ. 187.02 લાખ કરોડે પહોંચી છે. રિઝર્વ બેંકના ડેટા અનુસાર, 19 મે, 2023 ના રોજ પૂરા થતા છેલ્લા પખવાડિયામાં બેંક ડિપોઝિટની રકમ 59,623 કરોડ રૂપિયા ઘટીને 183.74 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
રૂ. 2,000ની 50% નોટો પરત આવી - RBI ગવર્નર
RBI ગવર્નર શક્તિકાંત દાસે 8 જૂને કહ્યું હતું કે 1.8 લાખ કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો સિસ્ટમમાં પાછી આવી છે. તેમણે કહ્યું હતું કે આ નોટો કુલ સર્ક્યુલેશનના લગભગ 50% છે.
19 મેના રોજ નોટ પાછી ખેંચવાની જાહેરાત કરતી વખતે, આરબીઆઈએ કહ્યું હતું કે 31 માર્ચ સુધીમાં 2,000 રૂપિયાની નોટોની કુલ કિંમત 3.62 લાખ કરોડ રૂપિયા હતી.