Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સંવદનશીલ ગણાતી ગોંડલ વિધાનસભા બેઠક વિસ્તારમાં સી વીજીલ અંતર્ગત નાગરિકોએ નોંધાવેલી અને આચાર સંહિતા ભંગ સહિતની 10 ફરિયાદોનું અત્યાર સુધીમાં નિરાકરણ લાવી દેવામાં આવ્યું હોવાનું આશ્વાસન આપી જનરલ ઓબ્ઝર્વર મિશ્રાએ સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી અને સ્ટાફને ઉપયોગી સુચનો કર્યા હતા.


73 ગોંડલ વિધાનસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર મિથિલેશ મિશ્રાએ જિલ્લા ફરિયાદ નિવારણ સેલની મુલાકાત લીધી હતી તેમજ સી-વીજીલ એપ દ્વારા થતી આચારસંહિતા ભંગને લગતી કામગીરીની સમીક્ષા કરી હતી.ફરિયાદ નિવારણ સેલમાં કાર્યરત સ્ટાફે સેલની કામગીરી અંગે નિરિક્ષક મિથિલેશ મિશ્રાને જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા ફરિયાદ નિવારણ સેલને અત્યાર સુધીમાં ગોંડલ વિધાનસભા વિસ્તારોમાં આચારસંહિતા ભંગને લગતી કુલ 10 જેટલી ફરિયાદો સી-વિજીલ એપના માધ્યમથી મળી હતી. આ ફરિયાદોને તત્કાલ જે-તે વિસ્તારની ફ્લાઈંગ સ્ક્વોડને મોકલીને તેનું નિવારણ કરવામાં આવ્યું છે.

સાથે ટોલ ફ્રી નંબર – 18002330322 પર ઘણા પ્રશ્નોનું નિવારણ કરી આપવામાં આવ્યું છે.આ તકે નિરિક્ષકો સાથે અધિક ચૂંટણી અધિકારી એસ. જે. ખાચર, નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કર તેમજ અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.