Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની દરમિયાનગીરી પછી પણ મહારાષ્ટ્ર અને કર્ણાટકનો સરહદ વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. કર્ણાટક વિધાનસભા પછી હવે મહારાષ્ટ્ર વિધાનસભા અને પરિષદે કર્ણાટકના 865 મરાઠીભાષી ગામ અને બેલગવાી સહિત કેટલાક શહેરોને તેમના રાજ્યમાં ભેળી દેવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે.


આ પ્રસ્તાવમાં કારવાર, નિપાની, બિદર અને ભલકી શહેરના નામ પણ છે. આ મામલો ગરમાયા પછી ગૃહ મંત્રીએ બંને રાજ્ય વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ત્યારે બંને રાજ્યે કહ્યું હતું કે, આ વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈશું. કર્ણાટકમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી થવાની છે. આ દરમિયાન અહીં રાજકીય પક્ષો સરહદ વિવાદનો લાભ ખાટવા તેમજ તે વિવાદથી થતા નુકસાનથી બચવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

આગામી વર્ષે કર્ણાટકની ચૂંટણી સુધી મામલો વધુ ભડકે તેવી શક્યતા
મહારાષ્ટ્રના બંને ગૃહમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રસ્તાવ રજૂ કરતા કર્ણાટક સરકાર પર આરોપ મૂક્યો હતો કે, ‘કર્ણાટકે વિધાનસભામાં જાણીજોઇને આ મુદ્દે પ્રસ્તાવ પસાર કરીને વિવાદ ભડકાવ્યો છે. ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં આ મુદ્દે વધુ વિવાદ નહીં કરવા માટે પણ બંને રાજ્ય સંમત થયા હતા, પરંતુ કર્ણાટકે તેનો પણ ભંગ કર્યો છે.’ ગયા અઠવાડિયે કર્ણાટક વિધાનસભાએ પ્રસ્તાવ પસાર કરીને એક ઇંચ જમીન પણ પાડોશી રાજ્યને નહીં આપવાનો સંકલ્પ કર્યો હતો.