Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વર્ષ-2010 થી સમગ્ર એશિયામાં વિવિંગ સેકટરમાં રોકાણ વધ્યું છે. જેમાં વોટરજેટમાં 48 ટકા, રેપિયરમાં 31 ટકા તથા 21 ટકા એરજેટ લૂમ્સમાં રોકાણનો સમાવેશ થાય છે. માર્કેટમાં 10 હજાર કરોડના ફેબ્રિકસની તક ઉભી થઇ છે. વર્ષ 2010 માં ગ્લોબલી મેન મેઇડ ફેબ્રિકસ 41 ટકા હતું. તે હવે વધીને 48 ટકા થઇ ગયું છે. જ્યારે કોટન ઘટતું જાય છે. વિશ્વમાં એમએમએફનો શેર વધતો જાય છે.એમએમએફ બનાવવા માટે વોટરજેટ સૌથી સારી ટેકનોલોજી છે. આથી મશીન સિલેકટ કરતી વખતે ઉદ્યોગકારોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે.


કયા પ્રકારના ફેબ્રિકસ બનાવવાના છે ? તે નકકી કર્યા બાદ જ મશીન સિલેકટ કરવાની ઉદ્યોગકારોએ આવશ્યકતા છે. ભારતમાં હજી 4.૩પ લાખ હાઇસ્પીડ વિવિંગ મશીન જરૂરી છે. આગામી પાંચ વર્ષમાં 1.80 લાખ વોટરજેટ, 60 હજાર રેપિયર અને 6 હજાર એરજેટ મશીનની જરૂરિયાત છે. આથી આગામી દિવસોમાં વિવિંગ સેકટરમાં રૂપિયા 40 હજાર કરોડનું રોકાણ આવશે. પોલિએસ્ટર ટાફેટા ફેબ્રિકનો હવે ટેકિનકલ ટેકસટાઇલમાં ઉપયોગ કરવામાં આવે છે.

મિકેનિકલી સ્ટ્રેચ યાર્ન ફેબ્રિકસ ભારત માટે નવું છે,પણ વિશ્વમાં તેનો વપરાશ થાય છે. એનાથી ટુ વે સ્ટ્રેચેબલ ફેબ્રિક બને છે.કોવિડ પછી પોલિએસ્ટર બેડશિટની માગ વધી છે.નોંધનીય છે કે કાપડની નિકાસ વધારવા ભવિષ્યમાં ઉદ્યોગકારોને એન્વાયરમેન્ટ સોશિયલ ગવર્નન્સમાં જવું પડશે.આવનારો સમય વોટરજેટ, એરજેટ અને ડિજિટલ પ્રિન્ટિંગ ટેકનોલોજીનો છે.ત્યારે ભારતે પાંચ ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે.