Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

15 વર્ષ પછી ટીમ ઈન્ડિયા પાસે T20 વર્લ્ડ કપ જીતવાની તક હતી. હવે ભારતીય ટીમ 18 નવેમ્બરે વેલિંગટનમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ T20 મેચની સિરીઝ રમવા જઈ રહી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે બદલાઈ ચૂકી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ આ સિરીઝ નહીં રમે. રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યા કેપ્ટન હશે.

રોહિત શર્મા અને કેએલ રાહુલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ T20 સિરીઝમાં નથી રમી રહ્યા. આવી પરિસ્થિતિમાં યુવા ખેલાડી ઈશાન કિશન ટીમમાં ઓપનિંગ કરી શકે છે. ઈશાન એક વિસ્ફોટક પ્લેયર છે. તેનો સ્ટ્રાઈક રેટ 131.15નો છે. ઈશાનનો સાથ દીપક હુડ્ડા આપી શકે છે. વર્લ્ડ કપની ટીમમાં દીપકને જગ્યા મળી હતી, પરંતુ તેને ખૂબ ઓછી તક મળી.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ t20 સિરીઝમાં નંબર 3 પર સ્ટાર પ્લેયર શ્રેયલ અય્યર બેટિંગ કરવા ઉતરી શકે છે. શ્રેયસ હાલ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. નંબર 4 પર સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. નંબર 5 પર કેપ્ટન હાર્દિક પંડ્યા ઉતરી શકે છે. બોલિંગમાં પણ આ ખેલાડી યોગદાન આપી શકે છે.

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટર રિષભ પંત હોઈ શકે છે. તેને નંબર 6 પર તક મળી શકે છે. તે મેત ફિનિશરની પણ ભૂમિકા ભજવી શકે છે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ દિનેશ કાર્તિક પર ભરોષો કર્યો હતો. પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.