મેન્યુફેક્ચરિંગમાં ભારતે મોટી છલાંગ લગાવી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં ભારત વૈશ્વિક ઉત્પાદનમાં 23 સ્થાનના સુધારા સાથે 63માં સ્થાને પહોંચી ગયું છે. વૈશ્વિક કંપનીઓ ભારતમાં રોકાણ વધારી રહી હોવાથી આ ક્રમાંકમાં સતત સુધારો થશે તેવા અણસાર છે.
બીબીસી અને કોરિયા હેરાલ્ડ અનુસાર, માઇક્રૉન ટેક, ફર્સ્ટ સોલર, ફૉક્સકોન, સેમસંગ અને એલજી જેવી વૈશ્વિક કંપનીઓ ભારતમાં અંદાજે 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઇ રહી છે. જેને કારણે નવી 50 હજાર નોકરીનું પણ સર્જન થશે. નાણાકીય વર્ષ 2021-22માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 1.58 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ થયું હતું. તે આ સેક્ટરમાં 2020-21માં થયેલા રોકાણથી 76% વધુ છે. ભારતમાં મેન્યુફેક્ચરિંગ શરૂ કરવા, વધારવાને લઇને પાચ મોટી કંપનીઓની મહત્વાકાંક્ષી યોજનાઓ પર નજર કરીએ તો મોટા પાયે રોકાણ કરવા આતુર છે.
માઇક્રોન ટેક્નોલોજી
આ અમેરિકન કંપની ગુજરાતમાં ભારતનો પહેલો સેમીકન્ડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ પર 20,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેનાથી 20 હજાર નોકરીનું સર્જન થવાની અપેક્ષા છે.
ફર્સ્ટ સોલર
કંપની ચેન્નાઇમાં 5,600 કરોડના રોકાણથી 3.4 ગીગાવૉટ સોલર મોડ્યૂલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે. 24માં શરૂ થનારા આ પ્લાન્ટમાં 1,000થી વધુ નોકરીના અવસર પેદા થવાની શક્યતા છે.
ફૉક્સકૉન
કંપની ભારતમાં 4,100 કરોડ રૂપિયાના ખર્ચથી પ્લાન્ટની સ્થાપના કરશે. કંપનીએ કર્ણાટકમાં પણ એક ફેક્ટરી શરૂ કરવાની યોજના બનાવી છે, જેમાં 8,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.