Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વર્ષ 2022 દરમિયાન ફુગાવો RBIના નિર્ધારિત 6 ટકાના લક્ષ્યાંક કરતાં વધુ રહ્યો હતો. જો કે હવે રિટેલ ફુગાવો ઘટી રહ્યો છે. આગામી સમયમાં વૈશ્વિક અનિશ્વિતતાઓ વચ્ચે ફુગાવને વધુ અંકુશમાં રાખવા માટેના પ્રયાસો સતત ચાલુ રહેશે. ક્રૂડ અને ખાદ્યપદાર્થો, કઠોળ, શાકભાજીની વધુ કિંમતો આ વર્ષ દરમિયાન ફુગાવા પાછળનું મુખ્ય કારણ હતું. તે ઉપરાંત ફેબ્રુઆરીમાં રશિયા-યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્વને કારણે પણ વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઇ હતી જેને પરિણામે અનેક કોમોડિટીની કિંમતોમાં ઉછાળો આવ્યો હતો.

ગત મે મહિનાથી RBIએ રેપો રેટમાં 2.25 ટકાનો વધારો કર્યો હતો, જે સાથે જ રેપો રેટ 6.25% સાથે ત્રણ વર્ષના સર્વાધિક સ્તરે પહોંચ્યો હતો.

CPI આધારિત રિટેલ ફુગાવો જાન્યુઆરીથી જ RBIના 6 ટકાના નિર્ધારિત લક્ષ્યાંકથી ઉપર રહ્યો હતો અને ઓક્ટોબર સુધી તે 6 ટકાની ઉપર રહ્યો હતો. જો કે ઓક્ટોબરમાં તે ઘટીને 5.88 ટકાની સપાટીએ પહોંચતા મોંઘવારીના મામલે કેટલાક અંશે રાહત થઇ હતી. RBIના ‘એનોટોમી ઑફ ઇન્ફ્લેશન એસેન્ટ ઇન ઇન્ડિયા’ રિપોર્ટ અનુસાર વર્ષ દરમિયાન સપ્લાય અડચણોને કારણે ફુગાવાનું દબાણ વધ્યું હતું જો કે ત્યારબાદ તેની અસર ઓછી થવાને કારણે ફરીથી ખર્ચામાં વધારો થયો હતો . તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે ફુગાવાને લઇને વધુ અનિશ્વિતતાઓ પ્રવર્તી રહી છે.