Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને IPLની 34મી મેચમાં 5 વિકેટથી હરાવી દીધું. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શુક્રવારે વરસાદને કારણે મેચ 14-14 ઓવરની રમાઈ. પંજાબે બોલિંગ પસંદ કરી. RCBએ 9 વિકેટ ગુમાવીને 95 રન બનાવ્યા. પંજાબે 12.1 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો.


પંજાબ તરફથી યુઝવેન્દ્ર ચહલ, માર્કો યાન્સેન, અર્શદીપ સિંહ અને હરપ્રીત બ્રારે 2-2 વિકેટ લીધી. નેહલ વાઢેરાએ 19 બોલમાં 33 રન બનાવીને ટીમને જીત અપાવી. બેંગલુરુ તરફથી ટિમ ડેવિડે ફિફ્ટી ફટકારી. જોશ હેઝલવુડે 3 વિકેટ લીધી.

13મી ઓવરની પહેલા બોલ પર માર્કો સ્ટોઇનિસે યશ દયાલ સામે છગ્ગો ફટકાર્યો. આની સાથે જ તેણે ટીમને 5 વિકેટથી જીત અપાવી. તેની સાથે નેહલ વાઢેરા 33 રન બનાવીને નોટઆઉટ રહ્યો.