રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL-18નો પહેલો ડબલ હેડર મુકાબલો રમાયો. ગયા સીઝનના રનર-અપ SRHએ મેચ 44 રનથી જીતી હતી.
રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા, SRHએ 6 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા. રાજસ્થાનની ટીમ 6 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 242 રન જ બનાવી શકી.
આ મેચમાં ઘણા મોટા રેકોર્ડ બન્યા. RRના જોફ્રા આર્ચર IPL મેચમાં સૌથી વધુ રન આપનાર બોલર બન્યા. હૈદરાબાદ એક ઇનિંગમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનારી ટીમ બની. SRH T20 ક્રિકેટમાં સૌથી વધુ 250+ રન બનાવનારી ટીમ પણ બની.
રિયાન પરાગ રાજસ્થાનનો સૌથી યુવા કેપ્ટન બન્યો. તેની ઉંમર 23 વર્ષ 133 દિવસ છે. એકંદરે, પરાગ ચોથો સૌથી યુવા કેપ્ટન છે. વિરાટ કોહલી IPLનો સૌથી યુવા કેપ્ટન છે, તેણે 2011માં રાજસ્થાન સામે 22 વર્ષ અને 187 દિવસની ઉંમરે કેપ્ટનશીપ કરી હતી.