ભારતનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ જૂનમાં ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે. પરંતુ સર્વિસ પ્રોવાઇડરના સકારાત્મક માંગના વલણનો સંકેત આપવાનું ચાલુ રાખ્યું હતું જેના પરિણામે નવા બિઝનેસ વોલ્યુમમાં મજબૂત વધારો થયો હતો અને વધુ રોજગાર સર્જન થયું હોવાનું માસિક સર્વેક્ષણમાં જણાવાયું હતું. સીઝનલી એડજસ્ટેડ S&P ગ્લોબલ ઇન્ડિયા સર્વિસીસ PMI બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ મે મહિનામાં 61.2 થી ઘટીને જૂનમાં 58.5 રહી છે. મેથી ઘટવા છતાં, નવીનતમ આંકડો વૃદ્ધિની ઝડપી મજબૂતી સાથે સુસંગત હતો.
સતત 23મા મહિને સૂચકઆંક 50ની સપાટી ઉપર રહ્યો છે જે પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) ભાષામાં વિસ્તરણનો અર્થ દર્શાવે છે જ્યારે 50 થી નીચેનો સ્કોર સંકોચન સૂચવે છે. સર્વેના સભ્યોના જણાવ્યા અનુસાર નવા વ્યવસાયમાં સતત વધારો, તંદુરસ્ત માંગ વાતાવરણ અને માર્કેટિંગ પહેલને કારણે ઉછાળો આવ્યો છે. જૂન મહિનામાં ભારતીય સર્વિસ સેક્ટરની માંગમાં સતત વધારો થયો હતો, જેમાં તમામ ચાર મોનિટર કરેલ પેટા-ક્ષેત્રોએ નવા વ્યવસાયિક પ્રવાહમાં ઝડપી વધારો થયો છે.