Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટમાં વકીલાત કરતા હુશૈનભાઇ અબ્બાસભાઇ ભારમલ તા.20-8-2022ના રોજ યાજ્ઞિક રોડ પર આવેલી એચડીએફસી બેંકમાં રૂ.2 હજારની એક અને રૂ.100ના દરની એક નોટ બદલાવવા માટે ગયા હતા. ત્યારે બેંક કેશિયરે આ નોટ ચાલશે નહિ તેમ કહી ચલણી નોટ પરત કરી દીધી હતી. જેથી હુશૈનભાઇ બ્રાંચ મેનેજર જિગર જોશી પાસે જઇ આરબીઆઇની ગાઇડલાઇન અંગેની રજૂઆત કરી હતી.


ત્યારે ઉદ્ધતાઇભર્યુ વર્તન કરી પોતાને બેંકમાંથી બળજબરીપૂર્વક બહાર કાઢી મૂકયા હતા. જેથી બેંકના મેનેજર અને કેશિયરના મનઘડંત વર્તનથી એડવોકેટ ભારમલે એડવોકેટ શુભમ પી.દાવડા મારફત ગ્રાહક સુરક્ષા ધારા-2019ની કલમ 11 તેમજ 1(42) મુજબ રાજકોટ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરી હતી. ફોરમે બંને પક્ષની રજૂઆતો સાંભળ્યા બાદ ફોરમે આરબીઆઇ ગાઇડલાઇનનું પાલન ન કરવું એ અયોગ્ય વેપાર નીતિરીતિ સમાન છે. બેંક તેના ગ્રાહક જ નહિ કોઇ પણ વ્યક્તિને ચલણી નોટ કે સિક્કા બદલી આપવાનો ઇનકાર ન કરી શકે તેમ કહી એચડીએફસી બેંકને એડવોકેટ ભારમલની નોટ બદલી આપવા હુકમ કર્યો છે.