ઓસ્ટ્રેલિયા સામેની 4 ટેસ્ટની સિરીઝ પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો નવો મોબાઈલ ખોવાઈ ગયો હતો. તે પણ મોબાઈલનું અનબોક્સિંગ કરતાં પહેલાં. વિરાટે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફેન્સને પૂછ્યું, 'કોઈએ મારો નવો ફોન જોયો છે?' તેના પર ફેન્સે ઘણી ફની કમેન્ટ્સ કરી હતી.
વિરાટ કોહલીએ મંગળવારે સવારે લગભગ 10:30 વાગે એક ટ્વીટ કર્યું હતું. એમાં લખ્યું હતું કે 'નવો ફોન ગુમાવવાનું દુઃખ અલગ છે. એ પણ ત્યારે જ્યારે તમે તેને અનબોક્સ પણ ન કર્યો હોય. કોઈએ ફોન જોયો છે?' વિરાટના આટલા ટ્વીટમાં જ ફૂડ ડિલિવરી એપ Zomatoથી લઈને ફેન્સે ફની કમેન્ટ્સ કરી છે.
ફૂડ ડિલિવરી એપ Zomatoએ વિરાટના ટ્વીટનો જવાબ આપ્યો. Zomatoએ લખ્યું, 'જો તમને યોગ્ય લાગે, તો ભાભી (અનુષ્કા શર્મા)ના ફોન પરથી આઈસસ્ક્રીમ ઓર્ડર કરી દો.' એ જ સમયે એક ફેને લખ્યું-શાનદાર. હવે તમારી 75મી ઈન્ટરનેશનલ સદી જોવી છે.