ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક સપ્તાહ 2023 ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસે પણ ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.
રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર સલામતી અને ટ્રાફિક સપ્તાહ ઉજવણીના ભાગરૂપે વાહનચાલકોને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત કરવા માટે હોર્ડિંગ્સ અને બેનરો મારીયા હતા. ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ કરવાને ગુલાબનું ફૂલ અને પત્રિકા આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજકોટ એસ.પી. જયપાલસિંહ રાઠોડ, જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. બી.એલ. ઝાલા તથા અન્ય સ્ટાફ દ્વારા ભરૂડી ટોલ પ્લાઝા ખાતે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ગુલાબ તથા પત્રિકાનું વિતરણ કરાયું હતું.