અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સ્વર્ગસ્થ પત્ની ઇવાના ટ્રમ્પની વસિયત અંગેની માહિતી સપાટી પર આવી છે. તેમની કુલ સંપત્તિ 3.4 કરોડ ડોલર અથવા તો 280 કરોડ રૂપિયા હતી. વસિયતમાં ઇવાનાએ સંપત્તિ પોતાનાં ત્રણ બાળકોને બરોબર હિસ્સામાં વહેંચી દીધી છે. ઇવાનાએ પોતાનાં બાળકોની સાથે સંપત્તિનો એક મોટો હિસ્સો બાળકોની દેખરેખ કરનાર મહિલા કર્મચારી અને પાલતુ શ્વાનોનાં નામ પણ કરી દીધો છે.
વસિયત તૈયાર કરતી વેળા ઇવાનાએ કહ્યું હતું કે તેઓ પોતાના વસિયત પૈકી એક હિસ્સો પોતાના પેટ ટાઇગર ટ્રમ્પ અને એવા તમામ પ્રાણીઓનાં નામે કરી રહી છે જે તેમનાં મૃત્યુ સમયે તેમની પાસે રહેશે. તેમના સહાયક સુજાના ડોરોથી કરીને મિયામી બીચની પાસે એપોર્ટમેન્ટ આપવા જઇ રહી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ઇવાનાએ પતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોઇ સંપત્તિ આપી નથી. અત્રે નોંધનીય છે કે 73 વર્ષીય ઇવાનાનું મોત ગયા વર્ષે જુલાઇમાં મેનહટ્ટનવાળા આવાસમાં સીડી પરથી પડી જવાના કારણે થયું હતું. સુજાનાને આપવામાં આવેલા એપાર્ટમેન્ટની કિંમત આશરે નવ કરોડ છે. જેમાં એક બેડરૂમ, બાથરૂમ અને કિચન છે.
આ ફ્લેટ 1000 સ્કવેર ફૂટમાં છે. આ ફ્લેટ 2001માં બનાવાયા બાદ તેની કિંમતમાં સતત વધારો થયો છે. ઇવાનાએ 2009માં એપાર્ટમેન્ટની 5.25 કરોડ રૂપિયામાં ખરીદી કરી હતી. 2017માં ઇવાનાએ સુજાનાના સંબંધમાં પોતાના પુસ્તક ‘રાઇઝિંગ ટ્રમ્પ’માં ઉલ્લેખ કર્યો હતો.