દેશમાં ટિઅર-2 શહેરોમાંથી મહિલાઓ વર્કફોર્સનો ભાગ બનવા માટે આતુરતાપૂર્વક પ્રયાસ કરી રહી છે અને વધુ સારી કમાણીની તકો માટે કેટલાક બિનપરંપરાગત પદો પર નોકરી કરવા માટે પણ આગળ આવી રહી છે. વર્ષ 2022 દરમિયાન જોબ્સ એન્ડ પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ‘અપના’ પર ટિઅર-1 અને 2 શહેરોમાંથી મહિલાઓ વચ્ચે 3.1 કરોડથી વધુ વખત સંવાદ થયા હતા તેમજ પ્લેટફોર્મ પર એકંદરે મહિલા યૂઝર્સની ટકાવારીમાં પણ વાર્ષિક સ્તરે 36%નો વધારો થયો હતો.
રિપોર્ટ અનુસાર, ‘અપના’ પ્લેટફોર્મ પર નવી મહિલા યૂઝર્સની સંખ્યામાં 80 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. પેટીએમ, ઝોમેટો, રેપિડો અને સ્વિગી જેવી કંપનીઓ મહિલાઓ માટે સૌથી વધુ જોબ પોસ્ટિંગ કરે છે. 2022માં સાબિત થયું છે કે મહિલાઓ માત્ર જરૂરિયાત માટે નોકરી શોધતી નથી પરંતુ નાણાકીય રીતે વધુ પગભર થવા તેમજ સ્પર્ધાત્મક જોબ માર્કેટમાં પોતાની અલગ ઓળખ ઉભી કરવા માટે પણ નોકરીની તકો વિશે ઑનલાઇન સર્ચ કરે છે.
2022માં 60% જેટલી મહિલાઓએ નાઇફ શિફ્ટ નોકરી માટે એપ્લાય કર્યું હતું. હૈદરાબાદ, કોલકાતા અને ચેન્નાઇ જેવા ટિઅર-1 શહેરો ઉપરાંત ઇન્દોર જેવા ટિઅર-2માં પણ વાર્ષિક 28%નો વધારો થયો છે.