રાજકોટ મહાનગરપાલિકાએ વિવિધ વિસ્તારોમાં સફાઈ માટે એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ એજન્સીઓ સફાઈ કામદારોની ભરતી કરે છે અને તે બદલ મનપા ચૂકવણા કરે છે. આ એજન્સીઓ દ્વારા પ્રોવિડન્ટ ફંડ, લઘુતમ વેતન, બોનસ સહિત મામલે સફાઈ કામદારો સાથે અન્યાય કર્યો હોવાની માંગ સાથે એજન્સીઓના સફાઈ કામદારોએ હડતાળનું એલાન કર્યું છે. રક્ષાબંધનના દિવસે મનપા અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ વિવિધ દેખાવો કરવામાં આવ્યા છે. બીજી તરફ હડતાળને લઈને મનપાએ વૈકલ્પિક તૈયારી કરી છે અને શહેરની સફાઈમાં કોઇ ફરક પડ્યો નથી તેવો દાવો કર્યો છે. જે જે એજન્સીઓને કારણે કામગીરી ખોરવાઈ રહી છે તેને નોટિસ પણ આપવામાં આવશે અને સફાઈ કામદારો અને એજન્સી વચ્ચે જે મુદ્ે વિવાદ છે તે સત્વરે ઉકેલી નાખવો તેમજ તહેવાર પર સફાઈ કામગીરી જળવાઈ રહે તે માટે તાકિદકરાશે.