આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 3જી મેના રોજ શેરબજારમાં ભારે વધઘટ જોવા મળી રહી છે. ટ્રેડિંગ દરમિયાન નિફ્ટીએ 22,794ની ઓલ ટાઇમ હાઈ બનાવી હતી. જોકે હવે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1:40 વાગ્યે નિફ્ટી 260 પોઈન્ટના ઘટાડા સાથે 22,380 પર ટ્રેડ કરી રહ્યો હતો.
તે જ સમયે સેન્સેક્સ દિવસના ઉચ્ચતમ 75,095થી 1500 પોઈન્ટ્સથી વધુ તૂટ્યો છે. 1060 પોઈન્ટના ઘટાડા સાથે તે 73,540ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તેના 30 શેરોમાંથી 29માં ઘટાડો અને 2માં વધારો જોવા મળી રહ્યો છે.
તમામ ક્ષેત્રોમાં ઘટાડો
જો એનએસઈના સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો તમામ સેક્ટરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં સૌથી વધુ 1.56%નો ઘટાડો નોંધાયો છે. આ સિવાય નિફ્ટી મીડિયામાં 1.35%, નિફ્ટી ઑટોમાં 1.42%, PSU બેંકમાં 1.36%, નિફ્ટી ITમાં 1.26% અને નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 1.03%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.
બજાજ ફાઇનાન્સનો શેર 7%થી વધુ વધ્યો
બજાજ ફાઇનાન્સના શેરમાં આજે 7 ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. સવારે 9:40 વાગ્યે, શેર 485 પોઇન્ટના વધારા સાથે 7,367 પર ટ્રેડ કરી રહ્યો હતો. વાસ્તવમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બજાજ ફાઇનાન્સની બે પ્રોડક્ટ્સ 'eCOM' અને ઓનલાઈન ડિજિટલ 'Insta EMI કાર્ડ' પરનો પ્રતિબંધ હટાવી લીધો છે