Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં પાંચ દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. અહીંના લોકોમાં એક એવી બીમારી ફેલાઈ રહી છે, જેનાથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દક્ષિણ કોરિયા સ્થિત એનકે ન્યુઝે એક સરકારી નોટિસનો હવાલો આપી આ વાતની જાણકારી આપી છે.


નોટિસમાં કોરોનાનો ઉલ્લેખ નથી
રિર્પોટ્સના જણાવ્યા અનુસાર, સરકારી નોટિસમાં કોરોના વાઇરસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આમાં માત્ર શ્વાસ સંબંધિત બીમારીની જ વાત કરવામાં આવી છે. પ્યોંગયાંગના નાગરિકોને રવિવારના અંત સુધી તેમના ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. તાનાશાહી સરકારે એક એડવાઈઝરી પણ જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે લોકોએ દિવસમાં ઘણી વખત તેમનું તાપમાન તપાસવું અને રેકોર્ડ કરવું.

એનકે ન્યુઝ અનુસાર, લોકડાઉનનો નિર્ણય આવતા પહેલા જ પ્યોંગયાંગના લોકો પોતાના ઘરમાં વસ્તુઓનો સ્ટોક રાખતા જોવા મળ્યા હતા. લોકડાઉન દેશના બીજા શહેરોમાં પણ લાગુ કરવામાં આવ્યો છે કે નહીં, આ વાતની કોઇ જાણકારી નથી. તાજેતરમાં, લૂનર ન્યુ યર નિમિત્તે, પ્યોંગયાંગથી આવેલી તસવીરોમાં, લોકો ડબલ ફેસ માસ્ક પહેરેલા નજરે પડી રહ્યા છે.

ઉત્તર કોરિયામાં 2022માં રિર્પોટ થયો હતો કોરોના
ઉત્તર કોરિયાએ મહામારીની શરૂઆતથી જ દેશમાં કોરોના સંક્રમણને નકાર્યો હતો. જો કે, સત્તાવાર રીતે પ્રથમ કેસ અહીં 12 મે 2022ના રોજ નોંધાયો હતો. ત્યારથી જ એવા અહેવાલો આવ્યા હતા કે, સરકાર કોરોનાના આંકડા છુપાવી રહી છે. આ મામલે વિશ્વ સ્વાસ્થય સંગઠન(WHO)એ પણ ચિંતા વ્યક્ત કરી હતી.