T-20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું સન્માન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સમાપ્ત થઈ ગયું છે. રાત્રે 9 વાગ્યે રાષ્ટ્રગીત સાથે સન્માનની શરૂઆત થઈ. કેપ્ટન રોહિત શર્માએ ટ્રોફી દેશને સમર્પિત કરી. તેના પછી કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે તે ટીમના પ્રેમને યાદ કરશે. BCCIએ ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાનું ઈનામ આપ્યું છે.
વિરાટ કોહલીએ કહ્યું, 'જસપ્રીત બુમરાહે દેશને સૌથી મોટી ભેટ આપી. તેમના જેવો બોલર પેઢીમાં માત્ર એક જ વાર આવે છે. તે વિશ્વની 8મી અજાયબી છે. અંતમાં બુમરાહે કહ્યું, 'હું કોઈ મેચ પછી રડતો નથી, પરંતુ ફાઈનલ બાદ મારી આંખોમાંથી 2-3 વખત આંસુ નીકળ્યા હતા.
BCCIએ સમારોહના અંતે સમગ્ર ટીમને 125 કરોડ રૂપિયાનો ચેક ભેટમાં આપ્યો. આ પછી, તમામ ખેલાડીઓએ ગ્રાઉન્ડનો ચક્કર લગાવ્યો અને સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો તરફ આભાર તરીકે ટેનિસ બોલ ફેંકી.