Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વીમા કંપનીઓના 12,000 કરોડના ટ્રાન્ઝેક્શન આવકવેરા વિભાગના સ્કેનર હેઠળ છે. ટેક્સ અધિકારીઓ આ વીમા કંપનીઓ દ્વારા એજન્ટોને ઉચ્ચ કમિશન ચૂકવવામાં ટેક્સચોરીના આરોપોની તપાસ કરી રહ્યા છે. તેવું આ બાબતો સાથે સંકળાયેલા સત્તાવાર સૂત્રોએ માહિતી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર વીમા કંપનીઓએ એજન્ટોને શેલ કંપનીઓ દ્વારા પેમેન્ટ કર્યું છે.


તેઓએ આ કંપનીઓનો ઉપયોગ તેમના એજન્ટોને વીમા નિયમનકાર દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ કમિશન ચૂકવવા માટે કર્યો હતો. પછી અન્ય હેડમાં આ પેમેન્ટ બતાવીને ટેક્સની રકમ ઘટાડી દેવામાં આવી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI) આ કંપનીઓ દ્વારા શેલ કંપનીઓની રચનાની તપાસ કરી રહી છે. ગયા વર્ષે GST અધિકારીઓએ વીમા નિયમનકારને 12થી વધુ વીમા કંપનીઓ દ્વારા એજન્ટોને કમિશનની ચુકવણીમાં અનિયમિતતાની જાણ કરી હતી. ત્યારબાદ નવેમ્બરમાં આવકવેરા વિભાગે સંબંધિત વીમા એજન્ટોની જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. કેસની તપાસ સાથે જોડાયેલા અન્ય એક અધિકારીએ દાવો કર્યો કે,આ શેલ કંપનીઓની તપાસ કરવામાં આવી છે.

આમાંના કેટલાક કિસ્સાઓમાં તેઓએ સ્વીકાર્યું છે કે તેઓએ વીમા કંપનીઓને કોઈ જાહેરાત અથવા પ્રમોશનલ સર્વિસ પૂરી પાડી નથી. આ ખર્ચાઓની ચકાસણી કરતાં આ બોગસ ખર્ચ હોવાનું બહાર આવ્યું હતું. આ નિવેદનો ચાલી રહેલી તપાસનો એક ભાગ છે. તે જ સમયે વીમા કંપનીઓના અધિકારીઓનું કહેવું છે કે ટેક્સ અધિકારીઓ માર્કેટિંગ-સેલ્સ સંબંધિત ખર્ચને સેવાઓ પર કમિશન તરીકે ખોટું અર્થઘટન કરી રહ્યા છે અને તેના પર ટેક્સની માંગણી કરી રહ્યા છે.

કોરોના મહામારી બાદ આ સેગમેન્ટમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો હતો એટલું જ નહીં કોરોના બાદ મોટાભાગની કંપનીઓ દ્વારા પ્રિમિયમમાં પણ જંગી વધારો કરવામાં આવ્યો હતો જેના કારણે પણ કમિશનની આવક વધી હોવાનું અનુમાન છે.