Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ફાર્મા સેક્ટરમાં કોરોના મહામારી બાદ જેનરિક સેગમેન્ટમાં ઝડપી ગ્રોથ જોવા મળી રહ્યો છે. દેશમાં કુલ મેન્યુફેક્ચરમાં ગુજરાતનો હિસ્સો સૌથી વધુ રહેલો છે. મેન્યુફેક્ચરિંગ ઉપરાંત નિકાસમાં પણ ટોચનું સ્થાન ધરાવે છે ત્યારે ગુજરાતની અનેક કંપનીઓ વિસ્તરણ સાથે પોતાની બ્રાન્ડ ડેવલપ કરી રહ્યાં છે. જેનરીક સેગમેન્ટની કાશમીક ફોર્મ્યુલેશન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર મહાદેવભાઇ પટેલે જણાવ્યું કે આ સેગમેન્ટમાં ડબલ ડિજિટમાં ગ્રોથ રહ્યો છે આગળ જતા પણ માર્કેટમાં વિશાળ તક રહેલી છે તેને ધ્યાનમાં રાખી દેશ ઉપરાંત વિદેશમાં બ્રાન્ડ ડેવલપ સાથે નિકાસને પ્રોત્સાહન આપવાના પ્રયાસ થઇ રહ્યાં છે. આગામી એકાદ વર્ષમાં યુરોપ તેમજ અન્ય દેશોમાં નિકાસને વેગ આપવામાં આવશે.


એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રિડિયન્ટ્સ (એપીઆઇ)ના ઉત્પાદન માટે ચાઇનિઝ કંપનીઓ ઉપર નિર્ભરતા વધુ હતું, પરંતુ હવે સરકારની અનુકૂળ નીતિઓ તથા પ્રોત્સાહનોને પરિણામે ઘણી કંપનીઓએ રાજ્યમાં નવા એપીઆઇ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ શરૂ કરવાની યોજનાઓ તૈયાર કરી છે, જેમાં ઘણી કંપનીઓએ કામગીરી પણ શરૂ કરી દીધી છે. ડબલ્યુએચઓ, જીએમપી અને ઇયુ-જીએમપીના ધોરણો મૂજબ અત્યાધુનિક ગુણવત્તાયુક્ત દવાઓના ઉત્પાદનમાં ગુણવત્તા ઉપર કેન્દ્રિત કરી માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વના ઘણાં દેશોની દવાઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા ઇનોવેશન ઉપર ભાર મૂક્યો છે.