અદાણી એન્ટરપ્રાઇઝીસ 20 હજાર કરોડ રૂપિયા સુધીના ઇક્વિટી શેરના FPO સાથે આગળ વધશે નહીં. રોકાણકારોને પૈસા પરત કરશે. મંગળવારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ નિર્ણય લીધો. ઇક્વિટી શેર આંશિક રીતે પેઇડ-અપ આધારે 1 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવે છે. આ FPO સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ થયો હતો.
FPO રદ કર્યા બાદ ગૌતમ અદાણીએ એક વીડિયો સંદેશ આપ્યો હતો. જેમાં રોકાણકારોનો આભાર માન્યો હતો. અદાણીએ કહ્યું, ગયા અઠવાડિયે સ્ટોકમાં ઉતાર-ચઢાવ હોવા છતાં કંપનીનો બિઝનેસ અને તેના મેનેજમેન્ટમાં તમારો વિશ્વાસ અમને આશ્વાસન આપતો છે. મારા માટે મારા રોકાણકારોનું હિત સર્વોપરી છે. બાકીનું બધું તે પછી છે. તેથી, રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે, અમે FPO રદ્દ કર્યો છે બોર્ડને લાગ્યું કે FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય નથી.
કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું હતું કે 'કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1 ફેબ્રુઆરી, 2023ના રોજ મળેલી બેઠકમાં આ શેર પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.'