Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં મોરોક્કો સામે 2-0થી હાર્યા બાદ બેલ્જિયમમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. રાજધાની બ્રસેલ્સમાં ચાહકોએ તોડફોડ કરી અને વાહનોને સળગાવી દીધા હતા.


રોષે ભરાયેલા ચાહકોને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો. એક પોલીસકર્મીએ જણાવ્યું કે 12 લોકોની અટકાયત કરવામાં આવી છે. કેટલાક લોકો હાથમાં લાકડીઓ લઈને તોડફોડ કરી રહ્યા હતા. કેટલાક વિરોધીઓએ કાર અને કેટલાક ઇલેક્ટ્રિક સ્કૂટરને આગ લગાવી દીધી હતી. ઘણી જગ્યાએ તોફાનો થયા છે.

રવિવારે રમાયેલી મેચમાં વિશ્વની નંબર બે ટીમ બેલ્જિયમ એક પણ ગોલ કરી શકી ન હતી. તેને 22માં નંબરની ટીમ મોરોક્કોએ 2-0થી હરાવ્યું હતું. મેચ સબ્સ્ટિટ્યુશનમાં આવેલા ખેલાડીઓના નામે રહી. 69મી મિનિટે પિચ પર આવેલા અબ્દેલહામિદ સાબિરીએ 73મી મિનિટે ગોલ કર્યો હતો. જ્યારે, 73મી મિનિટે આવેલા ઝકરિયા અબુબખલે સ્ટોપેજ ટાઈમમાં ગોલ કર્યો હતો. બેલ્જિયમ ગોલનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યું હતું.