Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અનુશાસનહીન અને પક્ષ વિરોધી નિવેદનોની ફરિયાદ બાદ સંજય નિરુપમને પાર્ટીમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢવાની મંજૂરી આપી હતી. મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરુપમને પણ બુધવારે (3 એપ્રિલ) સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, પાર્ટીએ 31 માર્ચે લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. તેમાં સંજય નિરુપમનું નામ હતું. પૂર્વ સાંસદ સંજય નિરુપમ લોકસભા ચૂંટણીમાં મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી ટિકિટ ન મળવાથી નારાજ છે.

સંજયે પોસ્ટમાં લખ્યું- પાર્ટીએ પોતાની બચેલી એનર્જી અને સ્ટેશનરીનો ઉપયોગ પાર્ટીને બચાવવા માટે કરવો જોઈએ. કોઈપણ રીતે, પાર્ટી ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. મેં આપેલ એક સપ્તાહનો સમયગાળો આજે (બુધવારે) પૂર્ણ થયો છે. આવતીકાલે (ગુરુવારે) હું જાતે નિર્ણય લઈશ.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ અને એનસીપી શરદ પવાર એમવીએ ગઠબંધનમાં છે. 27 માર્ચે બુધવારે શિવસેના ઉદ્ધવ જૂથે 17 ઉમેદવારોની જાહેરાત કરી હતી. અમોલ કીર્તિકરને મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. સંજય નિરુપમ અહીંથી ચૂંટણીની તૈયારી કરી રહ્યા હતા. કોંગ્રેસમાંથી ટીકીટ ન મળતા નારાજ થયા. રાહુલ ગાંધીએ ખુદ તેમને અહીંથી ટિકિટ આપવાની ખાતરી આપી હતી.

સંજય નિરુપમે અમોલ પર અનેક આરોપો લગાવ્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસને અપમાનિત કરવા માટે આવી હરકતો જાણી જોઈને કરવામાં આવી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ જે ઉમેદવારને ટિકિટ આપી છે તે ખીચડી કૌભાંડનો કૌભાંડી છે. કોવિડ સમયે, BMCએ પરપ્રાંતિય મજૂરોને આ ખીચડી મફતમાં આપી હતી.