હાલમાં વિશ્વ.ના ત્રણ દેશોમાં સંઘર્ષ ચાલી રહ્યો છે. આ દરમિયાન શક્તિશાળી દેશ અમેરિકાની સેનાને ભરતી માટે સૈનિકો મળી રહ્યા નથી. નેવી અને મરિન સિવાય આર્મી અને એરફોર્સમાં ભરતી લક્ષ્યાંકથી ઘણી ઓછી છે. આ સ્થિતિ છે જ્યારે આર્મી કોન્ટ્રાક્ટની સાથે યુવાનોને 75 હજાર ડોલર (લગભગ 62 લાખ રૂપિયા) બોનસ આપી રહી છે અને ભરતીનાં ધોરણોને હળવાં કરી રહી છે. પ્રવેશપરીક્ષા પાસ ન કરી શકતા ભરતીઓ માટે ઉપચારાત્મક શાળાઓની સ્થાપના કરવામાં આવી છે. આટલી બધી ઓફરો છતાં આ વર્ષે ત્રણેય સેવાઓમાં 25 હજારથી વધુ ભરતી કરવામાં આવી નથી.
આ સતત ત્રીજું વર્ષ હતું જ્યારે સેના લક્ષ્યાંક હાંસલ કરી શકી નથી.નેવીએ વિદ્યાર્થી લોનની ચુકવણી પણ ઓફર આપી છે. ભરતીની ઉંમર 39થી વધારીને 41 વર્ષ કરાઈ. મિલિટરી એપ્ટિટ્યુડ ટેસ્ટમાં ઓછા સ્કોર મેળવનારાઓને કેટેગરી IVમાં લેવાનો પ્રયાસ પણ કરાયો હતો. વાયુસેના આ વર્ષે 26,877 નવા કર્મચારીઓના લક્ષ્યાંક કરતાં 10% ઓછી છે. મરિન કોર્પ્સ એકમાત્ર એવી શાખા છે જે ભરતી કરવામાં સફળ થાય છે. સેના 30 સપ્ટેમ્બરે પૂરા થતા વર્ષ માટે 65,000 સક્રિય સૈનિકોની ભરતી કરવા માંગતી હતી.