વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાત્રે બીજી વખત અમેરિકી સંસદને સંબોધન કર્યું. આ દરમિયાન અમેરિકન સાંસદોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ તેમના ભાષણની શરૂઆત આભાર વ્યક્ત કરીને કરી હતી. પોતાના એક કલાકના સંબોધનમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર બોલતા તેમણે કહ્યું – AI એટલે અમેરિકા અને ભારત.
તેમણે કહ્યું કે માર્ટિન કિંગ લ્યુથર અને ગાંધીનો ભારત અને અમેરિકા પર પ્રભાવ છે. પીએમ મોદીએ કહ્યું- ભારત લોકશાહીની માતા છે. અમારે ત્યાં 2500 પાર્ટીઓ છે. અમારી પાસે 22 સત્તાવાર ભાષાઓ છે. હજારો બોલીઓ છે. ખાવાની રીત દર 100 માઇલે બદલાય છે. ભારતમાં વિવિધતા એ કુદરતી જીવનશૈલી છે. ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું હતું કે આજે એ સમય છે કે ભારત પ્રગતિ કરે છે તો વિશ્વ પ્રગતિ કરે છે.