રાજસ્થાનની રાજધાની જયપુર શુક્રવારે ભૂકંપના આંચકાથી હચમચી ગયું હતું. અહીં સવારે 4.9 થી 4.25 વચ્ચે ત્રણ આંચકા અનુભવાયા હતા. હાલ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ત્રણ આંચકા અનુભવાયા છે. ભૂકંપનો પ્રથમ આંચકો 4:09 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 હતી. બીજો આફ્ટરશોક 4:22 વાગ્યે 3.1ની તીવ્રતા સાથે આવ્યો હતો અને ત્રીજો આફ્ટરશોક 4:25 વાગ્યે 3.4ની તીવ્રતા સાથે આવ્યો હતો.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, એક પછી એક ભૂકંપના આંચકા અનુભવાયા. વિસ્ફોટ જેવો અવાજ સંભળાયો. લોકો ડરના કારણે સવારે 4 વાગે ઘરો અને એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળી ગયા હતા.