Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જૂનમાં 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા ટામેટા હવે છૂટક બજારમાં 15 રૂપિયા પ્રતિ કિલોએ આવી ગયા છે. ભાવ ઘટવાથી ખેડૂતોને નુકશાની વેઠવી પડી રહી છે. તો, ખેડૂતોના જણાવ્યા મુજબ, તેની જથ્થાબંધ કિંમત ઘટીને 4થી 5 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે આટલા ઓછા ભાવ થઈ જવાથી પોસાતું નથી. તેથી જ ખેડૂતો બજારમાં ન જતા ટામેટાઓ ફેંકી દીધા છે.

ખેડૂતોની માગ છે કે સરકારે ટામેટાની નિકાસ વધારવી જોઈએ. ભારતમાંથી ટામેટા બાંગ્લાદેશ, નેપાળ, સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર, સાઉદી અરેબિયા અને ઓમાન સહિતના ઘણા દેશોમાં જાય છે. નિકાસમાં વધારો થતાં ખેડૂતોને વાજબી ભાવ મળવાની અપેક્ષા છે.

અગાઉ, જૂનમાં દેશભરમાં ભારે વરસાદને કારણે ટામેટાની ઓછી આવકને કારણે જુલાઈ-ઓગસ્ટમાં તેના ભાવ 250 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા હતા. ટામેટાને ઊંચા ભાવે વેચીને પણ ઘણા ખેડૂતો કરોડપતિ બની ગયા.

ચીન પછી ભારત ટામેટાનો સૌથી મોટો ઉત્પાદક દેશ
નેશનલ હોર્ટિકલ્ચરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અનુસાર, ભારત ચીન પછી વિશ્વનો બીજો સૌથી મોટો ટામેટા ઉત્પાદક દેશ છે. તે 7.89 લાખ હેક્ટર વિસ્તારમાં લગભગ 2 કરોડ ટન ટામેટાનું ઉત્પાદન કરે છે જેની સરેરાશ ઉપજ પ્રતિ હેક્ટર 25.05 ટન છે. ચીન 56 મિલિયન ટન ઉત્પાદન સાથે ટોચ પર છે.