Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકાના પૂર્વ શિક્ષક ડેન કેસ્ટ્રિગાનોએ 2020માં હવાઇ સફર નહીં કરવાની પ્રતિજ્ઞા પર હસ્તાક્ષર કર્યા હતા. 36 વર્ષીય ડેન કહે છે કે, ‘હું જમીન પર રહેવાનો વિકલ્પ પસંદ કરું છું કારણ કે, ક્લાઇમેટ ચેન્જ પર અત્યંત ખરાબ અસરો થઇ રહી છે.’ બર્લિંગ્ટનના રહેવાસી ડેને શિક્ષક તરીકે એક દસકો નોકરી કરી. આ દરમિયાન તેમણે અનેક પ્રવાસ ખેડ્યા અને ક્લાઇમેટ ચેન્જનો મુદ્દો તેમને અસર કરી ગયો. તેમને લાગ્યું કે, આ માટે યોગ્ય દિશામાં કામ થવું જોઇએ. 2019 પછી ડેન અને તેમના પત્ની લોરાએ હવાઇ પ્રવાસ નથી કર્યો. 2021માં તેઓ ક્લાઇમેટ ચેન્જ માટે જાગૃતિ ફેલાવતી એનજીઓ સબ્જેક્ટુ ટુ ક્લાઇમેટમાં ચીફ કન્ટેન્ટ ઓફિસર તરીકે જોડાઇ ગયા.


ડેન કહે છે કે, ‘જમીન પર રહેવાનો અર્થ એ નથી કે ફરવાનું બંધ કરી દેવું. હું વર્મોન્ટની આસપાસ સતત સાયકલ પ્રવાસ ખેડું છું. આ ઉપરાંત ઇલેક્ટ્રિક કારનો પણ ઉપયોગ કરું છું. થોડા દિવસ પછી કેલિફોર્નિયામાં મારા અંગત મિત્રના લગ્ન છે, ત્યાં હું પરિવાર સાથે ટ્રેનમાં જઇશ. તેમાં અઠવાડિયું લાગશે પણ ચિંતા નથી.’

2020માં ડેને ‘ફ્લાઇટ ફ્રી યુએસએ’ નામની વેબસાઇટ પર સોગંધ લીધા અને હવે દર વર્ષે તેને રિન્યૂ કરે છે. આ સાઇટના કો-ફાઉન્ડર એરિએલા ગ્રેનેટનું કહેવું છે કે, ‘2022માં 365 લોકોએ હસ્તાક્ષર કર્યા અને હવે આ સંખ્યા 450 સુધી પહોંચી છે, પરંતુ ફ્લાઇટ ફ્રી અભિયાન ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં વધુ સફળ છે. સમગ્ર યુરોપમાં આ પ્રકારના અનેક સંગઠનો પ્રવાસીઓને હવાઇ પ્રવાસ છોડવા પ્રેરિત કરે છે.’