Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ફાગણ મહિનાની સુદ ચોથને વિનાયક ચોથ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ગણેશજીની પૂજા અને વ્રત કરવામાં આવે છે. ગણેશ પુરાણ અનુસાર ચતુર્થીના દિવસે સવારે અને બપોરે ગણેશજીની પૂજા કરવી જોઈએ. આ દિવસે સાંજના સમયે ચંદ્રના દર્શન કરીને અર્ઘ્ય અર્પણ કરીને વ્રત પૂરું કરવામાં આવે છે.


ગણેશ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, વિનાયક ચતુર્થીના દિવસે વ્રત રાખવાથી તમામ કામ પૂર્ણ થાય છે. મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમામ સુખ-સુવિધાઓ પણ પ્રાપ્ત થાય છે. આ સાથે જ આ વ્રત રોગમાંથી મુક્તિ મેળવવાની ઈચ્છા સાથે પણ રાખવામાં આવે છે. એટલા માટે ફાગણ મહિનાની વિનાયક ચતુર્થી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

વિનાયક ચતુર્થીના વ્રતના દિવસે શું કરવું જોઈએ
ગણેશજીની પૂજા કર્યા પછી પ્રસાદમાંથી થોડો ભાગ ગરીબો અથવા બ્રાહ્મણોમાં વહેંચવો જોઈએ જો તમે આ દિવસે બ્રાહ્મણો અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અને કંઈક દાન કરો તો ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે.

ચતુર્થી વ્રત દરમિયાન દિવસભર ઉપવાસ રાખો અને સાંજે ભોજન લેતા પહેલાં ગણેશ ચતુર્થી વ્રત કથા, ગણેશ ચાલીસા વગેરેનો પાઠ કરો. સાંજે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો અને શ્રી ગણેશની આરતી કરો. ઓમ ગણેશાય નમઃ મંત્રનો જાપ કરીને તમારું વ્રત પૂર્ણ કરો.

આ છે વ્રતની પૌરાણિક કથા
એકવાર દેવી પાર્વતીએ શિવજી સાથે ચૌપદ રમવાનું શરૂ કર્યું, પરંતુ આ રમતમાં સમસ્યા તે હતી કે કોણ જીત કે હાર નક્કી કરશે. તેથી જ ઘાસમાંથી બાળક બનાવીને તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ રમતમાં દેવી પાર્વતીનો ત્રણ વખત વિજય થયો હતો. પણ તે બાળકે કહ્યું મહાદેવ જીતી ગયા.

આ બાદ દેવી પાર્વતીએ બાળકને કાદવમાં રહેવાનો શ્રાપ આપ્યો હતો. બાળકની માફી માંગવા પર માતા પાર્વતીએ કહ્યું કે એક વર્ષ પછી અહીં નાગ કન્યાઓ આવશે. તેમના મતે ગણેશ ચતુર્થીના વ્રતનું પાલન કરવાથી તમારી પરેશાનીઓ દૂર થઈ જશે. આ પછી બાળકની પૂજાથી ગણેશજી પ્રસન્ન થયા.