Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વૈશ્વિક ફલક પર ભારત લીડર બનવા તરફ સતત આગેકૂચ કરી રહ્યું છે અને આ સપનાને વાસ્તવિક બનાવવામાં દેશના ઉદ્યોગસાહસિકો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. ઉદ્યોગસાહસિકતા જ સમયની માંગ છે. જીવનમાં સફળ થવા માટે આત્મવિશ્વાસ સૌથી વધુ જરૂરી છે અને જ્યારે તમે કોઇને પ્રેરિત કરશો ત્યારે તે તમારા માટે કંઇક કરવા માટે હંમેશા ઉત્સુક રહેશે.


તમારી લોકો સાથે વાતચીત કરવાની ક્ષમતા જ તમને જીવનમાં નવી ઊંચાઇએ પહોંચાડે છે. સંપત્તિનું સર્જન કરવા માટે કંઇ રીતે સ્ત્રોત એકત્ર કરવા તે માટે આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ શીખવું પડશે તેમ વરમોરા ગ્રુપના ચેરમેન પ્રકાશ વરમોરાએ જણાવ્યું હતું.

આઇ કેન આઇ વિલ ફાઉન્ડેશનની પહેલ ILEADના નેજા હેઠળ આયોજીત કાર્યક્રમ દરમિયાન અનેક ઉદ્યોગસાહસિકોને સંબોધિત કર્યા હતા તેમજ MSME માલિકોને ડિઝાઇન થિન્કીંગ તેમજ ક્યારેય હાર ન માનવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ઉદ્યોગસાહસિકતામાં સફળ થવા માટે સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત આત્મવિશ્વાસ અને વિચારશક્તિ છે.

સરકારની સાનુકૂળ પોલિસીને કારણે ભારત ઉદ્યોગસાહિસકો તેમજ સાહસો સફળ થઇ શકે તે માટેના તમામ જરૂરી પરિબળો ધરાવે છે. ગુજરાત ઝડપી દરે વિકાસ પામે તે માટેની તમામ ક્ષમતાઓ ધરાવે છે અને વર્ષ 2032 સુધીમાં દોઢ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનશે. વિશ્વ માટે ગુજરાત એક રોલ મોડલ બની રહેશે. મારું લક્ષ્ય ગુજરાતમાંથી 10 લાખ ઉદ્યોગસાહસિકોનું સર્જન કરવાનું છે જે અર્થતંત્રને વિકાસ તરફ દોરવા ઉપરાંત નવી રોજગારીનું તકોનું સર્જન કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.