ભારતીય બેન્કોના નાણાકીય પ્રદર્શનમાં સતત સુધારો એ બેન્કિંગ સેક્ટરની આંતરિક રિસ્ક પ્રોફાઇલ તરફ સંકેત આપે છે. રેટિંગ એજન્સી ફિચ અનુસાર એસેટ ગુણવત્તા અને નફાકારકતામાં સુધારાની ગતિ અપેક્ષા કરતાં વધુ છે, જ્યારે ધારણા પ્રમાણે મૂડીનો સંગ્રહ પણ જોવા મળી રહ્યો છે. સેક્ટરનો લોન રેશિયો પણ માર્ચ 2023ના રોજ પૂરા થનારા નાણાકીય વર્ષના પહેલા નવ મહિનામાં ઘટીને 4.5 ટકા થયો છે. જે અગાઉ નાણાકીય વર્ષ 2022 દરમિયાન 6 ટકા હતો. જે ફિચના નાણાકીય વર્ષ 2023ના 60 બેસિસ પોઇન્ટથી ઓછો હતો.
ઉચ્ચ લોન ગ્રોથ, ઓછી સ્લિપેજ તેમજ રિકવરીમાં સુધારા જેવા પરિબળોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. નાણાકીય વર્ષ 2023માં હજુ પણ એસેટ ક્વોલિટી પર દબાણનું જોખમ હોવા છતાં પણ ફિચના મતે સ્થિતિ હજુ પણ સુધરશે. બેન્કોની સુધારાની જોગવાઇનું કવર પણ બેન્કોની જોખમ સામે ઉભા રહેવાની ક્ષમતાની સાથે છે.