Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જાપાનમાં એક વર્ષ પહેલા પ્રથમ ઈ-સ્પોર્ટ્સ હાઈસ્કૂલ વિડિયો ગેમિંગના ક્ષેત્ર માટે યુવાનોને તૈયાર કરવાના ઈરાદા સાથે ખોલવામાં આવી હતી. પરંતુ હવે તે શાળા છોડનારા બાળકોને આકર્ષી રહ્યું છે.


જાપાનની પબ્લિક સ્કૂલોમાં કામ કરનાર ઈ-સ્પોર્ટ્સ સ્કૂલના પ્રિન્સિપાલ અકીરા સઇતોનું કહેવું છે કે, જે બાળકો સ્કૂલમાં આવતા નથી તેઓ કોઈક પ્રકારના દબાણમાં તેમને સ્કૂલે મોકલવામાં આવે છે જેથી તેઓ વધુ આક્રમક બને છે. અમે બાળકોને કહીએ છીએ કે શાળાએ આવવું આનંદદાયક હોઈ શકે છે. તેઓ માને છે કે હવે ડ્રોપ આઉટ થયેલા બાળકોને શાળામાં પાછા લાવવાનું કામ વધુ મહત્વનું બની ગયું છે. શાળા સંચાલકો કહે છે કે લેસન પ્લાન રાષ્ટ્રીય શિક્ષણ માપદંડો પર નિર્ધારિત કરવામાં આવી છે. તેમની કારકિર્દીની સાથે તેઓ એ પણ ધ્યાન રાખે છે કે બાળકોને વિડિયો ગેમ્સની લત ન લાગે. મુખ્ય અભ્યાસક્રમો સાથે, તેમને ગણિત, અંગ્રેજી, જીવવિજ્ઞાન પણ શીખવવામાં આવે છે. જાપાનમાં ડ્રોપ આઉટ બાળકોની સમસ્યાને જોતા, આવી ઘણી વધુ શાળાઓ શરૂ કરવામાં આવી છે.

વતારૂ યોશિદા(16)એ કોરોના બાદ શાળાએ જવાનું બંદ કરી દીધું હતું. યોશિદાએ માતાને કહ્યું હતું કે તેને શિક્ષકો પસંદ નથી. નિયમોને માન્યું નહીં, તે આખો દિવસ ઘરમાં જ વિડીયો ગેમ્સ રમતો હતો હતો. પરંતુ હવે તે અન્ય ઘણા બાળકો સાથે ઈ-સ્પોર્ટ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે.