Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતના નેતૃત્વમાં જી-20 ગ્રૂપના વિદેશમંત્રીઓની મહત્ત્વપૂર્ણ બેઠક બુધવારથી શરૂ થઇ રહી છે. અહીં રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે ફોર્મ્યુલા તૈયાર થવાની આશા વ્યક્ત કરાઇ રહી છે. બેઠક પહેલાં જર્મનીના ચાન્સેલર ઓલફ શુલ્ઝે નવી દિલ્હી આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે.


એનએસએ અજિત ડોભાલે મોસ્કોમાં વ્લાદિમીર પુટિન સાથે વાતચીત કરી છે. બીજી બાજુ, અમેરિકન વિદેશમંત્રી એન્ટોની બ્લિંક્ને ભારતીય પક્ષ સાથે વાતચીત કરી છે. અલબત્ત જી-20નાં નાણામંત્રીઓની બેઠકમાં રશિયા-ચીન અને પશ્ચિમી દેશોના કઠોર વલણના કારણે આ બેઠકમાં પણ તેમની વચ્ચે રાજદ્ધારી સંઘર્ષ જોવા મળી શકે છે. યુક્રેન યુદ્ધને લઇને સંયુક્ત નિવેદનમાં કઠોર નિંદાની બાબત પર રશિયા-ચીન સહમત થયા નથી. સંયુક્ત નિવેદનના બદલે ભારતે પરિણામો અને દસ્તાવેજો રજૂ કર્યા છે. સાથે કહ્યું છે કે નિંદા સંબંધિત વાત પર રશિયા-ચીન સહમત નથી.

ચીનને સંદેશ.. વિદેશમંત્રીઓની બેઠક સાથે ક્વાડ બેઠકઃ ભારતે જી-20 વિદેશમંત્રીઓની બેઠક દરમિયાન ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક આયોજિત કરી છે. આ બેઠકમાં ભારત ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રીઓ પણ મળશે. જાપાન તરફથી તેમના નાયબ મંત્રી પહોંચશે. આ બેઠક ચીનને પસંદ પડશે નહીં. ક્વાડને લઇને ચીને પોતાની પરેશાની રજૂ કરી છે. ચીન આની સામે વાંધો પણ ધરાવે છે.