Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વૈશ્વિક બજારો સાથે તાલ મિલાવવા માટે ભારતે પણ વ્યાજદર વધારવા પડશે તે નક્કી છે. અમેરિકા વ્યાજદર વધારીને 6 ટકા સુધી લઇ જવાની વાત છે ત્યારે ભારતમાં પણ આગળ જતા 0.25-0.50 bpsનો વધારો સંભવ છે. વૈશ્વિક જિયો પોલિટિકલ ઇશ્યુ, વ્યાજ વધારો છતાં દેશનો જીડીપી ગ્રોથ આ વર્ષના અંતે સાત ટકા રહેશે.


ભારત આ વિપરીત કારણોને પચાવી જવાની ક્ષમતા ધરાવે છે તેવો નિર્દેશ કોટક મહિન્દ્રા બેન્ક લિ.ના હોલ-ટાઇમ ડિરેક્ટર શાંતી એકમબરમે જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું કે જો વ્યાજદરમાં 0.50 ટકાથી વધુનો વધારો નહીં થાય તો કોર્પોરેટ સેક્ટર તેને પચાવી લેશે. હજી સુધી કોર્પોરેટ સેક્ટરનો કેપિટલ કોસ્ટ અંકુશમાં રહ્યો છે. ઉદ્યોગનો ક્રેડિટ ગ્રોથ 16 ટકાનો રહ્યો છે, જે આગામી મહિનાઓમાં જળવાશે.

ગુજરાતમાં કુલ લોન બુકમાં MSMEનો 40% હિસ્સો
કોટક બેન્કની ગુજરાતમાં લોન બુક રૂ.37,000 કરોડની રહી છે, જેમાં એમએસએમઈ સેગ્મેન્ટનો હિસ્સો 40 ટકા રહ્યો છે. જ્યારે ગુજરાતમાં સીડીઆર રેશિયો 124 ટકા છે. બેન્ક આગામી કેટલાક મહિનામાં વર્તમાન 184 બ્રાંન્ચની સંખ્યામાં 12થી 15નો વધારો કરવા માગે છે. બેન્કની કુલ બ્રાન્ચની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો 11 ટકા છે તો રાષ્ટ્રીય સ્તરે ગુજરાત ત્રીજો મોટો હિસ્સો ધરાવે છે.