એશિયાના શેરબજારોમાં ખાસ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. BofA સિક્યોરિટીઝના અહેવાલ મુજબ જે કંપનીઓમાં મહિલા મેનેજરોની સંખ્યા વધુ હોય તેવા શેરો તેમના બેન્ચમાર્ક (જેમ કે સેન્સેક્સ) કરતાં વધુ રિટર્ન આપે છે. દેશમાં પણ છેલ્લા કેટલાક સમયથી જેન્ડર ગેપ દુર કરવા માટે સરકાર દ્વારા કોર્પોરેટ સેક્ટર પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે અને દરેક કોર્પોરેટ કંપનીઓએ તેમના મેઇન બોર્ડમાં મહિલાઓને ફરજિયાત પણે રાખવાનો નિર્ણય કર્યો છે.
એમએસસીઆઈ એશિયા-પેસિફિક ઈન્ડેક્સમાં મેનેજમેન્ટમાં મહિલાઓની સૌથી વધુ સંખ્યા સાથેના શેરોનું પાંચ વર્ષનું સરેરાશ વળતર બેન્ચમાર્ક કરતાં 4 ટકા વધુ હતું તેમ તાજેતરમાં કરવામાં આવેલ એક અભ્યાસના અહેવાલમાં જણાવાયું છે. તેમના સંચાલનમાં મહિલાઓની ઓછામાં ઓછી સંખ્યા ટકાવારી પોઇન્ટએ બે અલગ-અલગ ટકાવારી સંખ્યાઓ વચ્ચેનો તફાવત છે. ઉદાહરણ તરીકે 45% અને 25% નો ટકાવારી પોઇન્ટ 10 હશે.