એશિયાના સૌથી મોટા ક્રિકેટ ચેમ્પિયન બનવા માટે મુકાબલાઓ શરૂ થવામાં અમુક જ દિવસ બાકી છે. સૌની નજર ભારત અને પાક.ના મુકાબલા પર જ છે. 28 ઓગસ્ટે દુબઈમાં યોજાનાર આ મેચની સાથે-સાથે ફેન્સ ટાઈટલ માટે બંને ટીમોને જ દાવેદાર માની રહ્યા છે. જોકે, રવિ શાસ્ત્રી અને વસીમ અકરમને આમ લાગતું નથી. પૂર્વ પાક.ની ઝડપી બોલર વસીમ અકરમે કહ્યું કે,‘અમારા સમયે ભારત, પાક.-શ્રીલંકા જ જીતના દાવેદાર મનાતા હતા. હવે અફઘાનિ. પણ મજબૂત ટીમ છે. તેમની પાસે રાશિદ ખાન જેવો મેચ વિનર છે. એવા બેટર છે જેઓ વિકેટની ચિંતા કર્યા વિના આક્રમક શૉટ્સ રમે છે. બોલિંગ અટેક પણ સારો છે.’ જ્યારે પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે,‘બાંગ્લાદેશે પણ સારી મેચો રમી છે અને ઘણીવાર મજબૂત ટીમોને ચોંકાવી છે. તે ફરી આમ કરી શકે છે. તેથી આ એશિયા કપ સૌથી મુશ્કેલ રહેશે. શ્રીલંકા પણ ઘણી મજબૂત ટીમ રહેશે.’ એશિયા કપનો પ્રારંભ 27 ઓગસ્ટથી થશે.