અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન શનિવારે ડેલવેરમાં ક્વાડ સમિટ બાદ એક કાર્યક્રમમાં PM મોદીનું નામ ભૂલી ગયા હતા. આ દરમિયાન PM મોદી, ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝ અને જાપાનના PM ફુમિયો કિશિદા પણ મંચ પર હાજર હતા.
સર્વાઇકલ કેન્સર સંબંધિત કાર્યક્રમને સંબોધિત કર્યા બાદ બાઇડન PM મોદીને સ્ટેજ પર આમંત્રિત કરવા માટે તેમનું નામ બોલાવવાના હતા, પરંતુ આ પ્રસંગે તેઓ તેનું નામ ભૂલી ગયા. તેઓ લગભગ 5 સેકન્ડ સુધી મોદીનું નામ યાદ કરવાનો પ્રયાસ કરતા રહ્યા.
જ્યારે તેમને યાદ ન આવ્યું, ત્યારે બાઇડને પોતે ત્યાં ઊભેલા અધિકારીને બૂમ પાડીને પૂછ્યું કે આગળ કોને બોલાવવાના છે? આ પછી ત્યાં હાજર એક અધિકારીએ PM મોદી તરફ ઈશારો કર્યો. આના પર મોદી ખુરશી પરથી ઉભા થઈ ગયા. આ પછી એક તેમને સ્ટાફ સ્ટેજ પર બોલાવે છે. ત્યાર બાદ મોદી બાઇડન પાસે જાય છે અને તેમની સાથે હાથ મિલાવે છે. આ દરમિયાન બંને નેતાઓ હસતા જોવા મળ્યા હતા.