Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકામાં કેટલીક બેન્કોએ નાદારી નોંધાવ્યા બાદ હવે સામાન્ય લોકોની પરેસવાની કમાણીની સુરક્ષા લઇને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. સામાન્ય જનતા પણ પોતાની બેન્કોમાં રહેલી બચતને લઇને ચિંતિત છે ત્યારે રાહતની વાત એ છે કે ભારતીય બેન્કોમાં જમા રકમ અમેરિકાની તુલનામાં વધુ સુરક્ષિત છે.


રેમન્ડ જેમ્સ એન્ડ એસોસિએટ્સના એક રિસર્ચ રિપોર્ટ અનુસાર, અમેરિકાની ટોચની 10 બેન્કમાં જમા રકમ 38.4-66% એન્શ્યોર્ડ છે. તેની તુલનાએ ભારતની મોટી બેન્કોની 98% ડિપોઝિટ એકાઉન્ટ્સને વીમા સુરક્ષા મળી છે. ભારતીય બેન્કિંગ સેક્ટર કોરોના મહામારી બાદ ડિ-ગ્રોથ કરશે અને તેની અર્થતંત્ર પર મોટી અસર પડશે તેવા અહેવાલો હતા પરંતુ છેલ્લા બે વર્ષમાં આ સેક્ટરમાં ઝડપી ગ્રોથ રહ્યો છે એટલું જ નહિં બેન્કોની એનપીએ પણ ડબલ ડિજિટમાંથી ઘટીને અત્યારે માત્ર 1-4 ટકા સુધી જ સિમિત રહી ગઇ છે.

છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીને ડામવા માટે સેન્ટ્રલ બેન્કો દ્વારા કરવામાં આવી રહેલા વ્યાજદર વધારાની અસર ભારતીય બેન્કિંગ સેક્ટરને અસરકર્તા રહી નથી. બેન્કોમાં લોનની માગ વધવા સામે ડિપોઝિટ્સનું પ્રમાણ પણ વ્યાજ વધારાના કારણે વધી રહ્યું છે.