હિરાણી કોલેજના જર્નાલીઝમ વિભાગ દ્વારા એલ્યુમની મીટનું થયું સુંદર આયોજન:
400 થી વધુ સભ્યોની ઉપસ્થિતિ
રિપોર્ટર : સુકેતુ વજરીયા ( રાજકોટ )
તા.19 માર્ચ રવિવારે રાજકોટમાં પત્રકારત્વ તેમજ કલા ક્ષેત્રે આગવું નામ ધરાવતી હિરાણી કોલેજના પત્રકારત્વ વિભાગના ભૂતપૂર્વ તેમજ વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા એલ્યુમની મીટનું જાજરમાન આયોજન સવારે 10 થી 4 કલાક દરમ્યાન કરાયું હતું.
આ આયોજન જર્નાલીઝમ એસો.પ્રેસ એકેડમી - ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું, જેમાં 400થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલન સાથે રાસ -ગરબા અને અન્ય મનોરંજનનો આનંદ સભ્યોએ માણ્યો હતો. ઉલ્લેખનીય બાબત એ હતી કે હિરાણી કોલેજના પરફોર્મીગ આર્ટસના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં સુંદર કલા પીરસી હતી.
આ પ્રસંગને અનુરૂપ કોલેજના એમ. ડી. વિવેક હિરાણી અને ઠેસીયા સાહેબએ ઉદભોધન કર્યું હતું