Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી બોર્ડની પરીક્ષામાં મંગળવારે ધોરણ 10માં રજા હતી જ્યારે ધોરણ 12 કોમર્સમાં અંગ્રેજી વિષયની દ્વિતીય ભાષાનું પેપર લેવાયું હતું. અંગ્રેજીના પેપરમાં રાજકોટ જિલ્લાના ઉપલેટાની જ.મા.હ. વિદ્યાલયમાંથી બગડા સેજલ એમ. વિદ્યાર્થિની માઈક્રો કાપલીમાંથી લખાણ કરતી હોવાનું ખંડ નિરીક્ષકને ધ્યાને આવતા તેમણે વિદ્યાર્થિનીને પકડી અને ગેરરીતિની કાર્યવાહી કરી હતી.


અંગ્રેજીના પેપરમાં અંધશ્રદ્ધા, જંગલોનું મહત્ત્વ અને અવાજ પ્રદૂષણ વિષયના નિબંધ પૂછાયા હતા. જ્યારે ઈ-મેલમાં ઈન્ડિપેન્ડેન્સ ડે પર આપવાની સ્પીચ અને ઓનલાઈન ખરીદી કરેલો મોબાઈલ બરાબર ચાલતો નથી તે માટેનો ઈ-મેલ પૂછાયો હતો. આ વર્ષે ધોરણ 12 કોમર્સમાં અંગ્રેજીના પેપરમાં પેપરસ્ટાઈલમાં બદલાવ કરીને બોર્ડે વિદ્યાર્થીઓને ચોંકાવી દીધા હતા. દર વર્ષે વિભાગ E માં 6 ગુણમાં સ્પીચના અથવામાં એપ્લિકેશન પૂછવાની હોય છે પરંતુ આ વર્ષે ફક્ત સ્પીચ ફરજિયાત પૂછી.

વિષય નિષ્ણાતે અંગ્રેજીના પેપર અંગે જણાવ્યું કે, વિભાગ Aમાં સાચું-ખોટું અને એમસીક્યુ સરળ પૂછાયા હતા. સેક્શન Bમાં પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને શોર્ટ નોટ પૂછાતા વિદ્યાર્થીઓ રાજી થઇ ગયા હતા. પ્રશ્ન 30થી 32માં પૂછાતી ખાલી જગ્યાનો પેરેગ્રાફ યુનિટ-7માંથી ટેક્સબુકના પ્રથમ પેરેગ્રાફમાંથી શબ્દશઃ પૂછાયો હતો. સેક્શન Cમાં સમજણના પ્રશ્નો સપ્લિમેન્ટરી ટેક્સબુક લેપવિંગમાંથી સરળ પૂછાયા હતા.