Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કરા પડવા અને કમોસમી વરસાદના કારણે દેશનાં સાત રાજ્યોમાં હજુ સુધી 25 લાખ હેક્ટર વિસ્તારમાં રવી પાકને ભારે નુકસાન થયું છે. નુકસાનને લઇને મૂલ્યાંકનની કામગીરી કેટલાંક રાજ્યોમાં હજુ જારી છે. અંદાજ છે કે પ્રભાવિત પાક વિસ્તારનો આંકડો બે ગણો થઇ શકે છે. અસરગ્રસ્ત ખેડૂતોને હવે પાક વીમા દાવાની રકમ મળવાની આશા છે. જોકે કેટલાક અસરગ્રસ્ત ખેડૂતોને આ મોરચે પણ નિરાશા હાથ લાગી શકે છે.


કારણ કે એ છે કે 93.44 લાખ ખેડૂતોને રવી પાક માટે વીમાકવચની સુવિધા આપવામાં આવી છે. 2018ની સરખામણીમાં આ આંકડો 36 ટકા ઓછો છે. એ વખતે 1.46 કરોડ ખેડૂતોને વીમા કવચની સુવિધા આપવામાં આવી હતી. આ વખતે 124 ટકા વધારે ખેડૂતોએ પાકવીમા માટે અરજી કરી હતી. પ્રધાનમંત્રી પાકવીમા યોજનાની વેબસાઇટમાં આ મુજબની માહિતી અપાઇ છે. સૂત્રોના કહેવા મુજબ વીમાકવચ, નુકસાનને લઇને મૂલ્યાંકન, અને ઝડપથી વીમાદાવાની રકમ આપવા માટે સરકારે રિમોટ સેન્સિંગ ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. આ ટેક્નિકના ઉપયોગથી એક જ વિસ્તારની બે જુદી જુદી બેન્કોમાંથી પ્રીમિયમની રકમ કાપવામાં આવી ન હતી. સરકારના મતથી ખેડૂતો સંતુષ્ટ દેખાતા નથી. તેમનું કહેવું છે કે દર વર્ષે પાક વિસ્તાર અને ઉત્પાદન બંનેમાં વધારો થયો છે.