Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

તમિલનાડુમાં અન્ય રાજ્યોમાંથી આવેલા મજૂરો હવે પાછા આવે તેની રાહ જોવાઈ રહી છે. દર વર્ષે હોળીની ઉજવણી કરવા પોતપોતાનાં રાજ્યોમાં જતા ઉત્તર ભારતના મજૂરોમાંથી આવા આશરે બે લાખ પ્રવાસી મજૂર પાછા જ નથી આવતા. તેના કરણે રાજ્યના ગાર્મેન્ટ અને અન્ય ઉત્પાદન ક્ષેત્રના યુનિટોના હબ ગણાતા કોઈમ્બતુર અને ત્રિપુરમાં હોળી પછી અત્યાર સુધીના પંદરેક દિવસમાં જ ઉત્પાદન આશરે 20% ઘટી ગયું છે. કોઈમ્બતુર અને ત્રિપુરના લઘુ, નાના અને મધ્યમ કદની આશરે 50 હજાર નાની-મોટી ફેક્ટરીમાં ઉત્પાદન પર અસર પડી છે. તેની ચેન્નઈના 8 હોટલ ઉદ્યોગ પર પણ અસર પડી છે.

અહીં ઉત્તર ભારતના મજૂરો પર હુમલાના કેટલાક ફેક વીડિયો સામે આવ્યા હતા. ત્યાર પછી અફવાઓના કારણે આ મજૂરો પાછા આવતા ડરી રહ્યા છે. ફેક્ટરીમાલિકોનું કહેવું છે કે આ સ્થિતિમાં ઉત્પાદન ચાલુ રાખવું મુશ્કેલ છે. અમારી માંગ છે કે પ્રવાસી મજૂરો માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાય. કોઈમ્બતુર ઈન્ડસ્ટ્રિયલ ફેડરેશનના કો-ઓર્ડિનેટર જેમ્સ એમ.એ ભાસ્કરને જણાવ્યું કે હાલ ફેક્ટરીમાલિકો ઉત્પાદન સરભર કરવા તેમની પાસે જે કોઈ મજૂરો છે તેમની પાસે ઓવરટાઈમ કરાવી રહ્યા છે. પ્રવાસી મજૂરો વિના તો ઉત્પાદનની કલ્પના પણ ના થઈ શકે.