Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ચીન અને અમેરિકા પછી વિશ્વનું ત્રીજું સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ ભારત વિદેશી રોકાણકારોને વધુને વધુ આકર્ષી રહ્યું છે. ફાસ્ટ ફૂડથી લઈને ઓટો,મોબાઈલ ફોન સુધી ભારતીય ગ્રાહકોનો ખર્ચ સતત વધી રહ્યો છે. જેને ધ્યાનમાં લેતા વિદેશી કંપનીઓ ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરી વેપારને વેગ આપવા આતુરતા દર્શાવી રહી છે. કેલેન્ડર વર્ષ 2022ના ડિસેમ્બર ક્વાર્ટરમાં ગ્રાહકલક્ષી ખર્ચ 24.77 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. જે અગાઉના સપ્ટેમ્બર ક્વાર્ટરના રૂ.23.09 લાખ કરોડ કરતાં 7.28% વધુ છે. જેના કારણે ગત નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ 11 માસમાં 4 મોટા ઔદ્યોગિક સેક્ટર જેમકે ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ, કન્ઝ્યુમર સર્વિસ અને FMCGમાં 22 હજાર કરોડ રૂપિયાથી વધુનું વિદેશી રોકાણ આવ્યું હોવાનું NSDLના અહેવાલમાં રજૂ કરવામાં આવ્યું હતું.

વર્લ્ડબેંક અનુસાર ભારતનો ખાનગી વપરાશ જીડીપીમાં લગભગ 60 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આર્થિક સર્વેક્ષણ મુજબ નાણાકીય વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટર દરમિયાન દેશના જીડીપીમાં ખાનગી વપરાશનો હિસ્સો 58.4% હતો. 2013-14 પછીના વર્ષના બીજા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં આ સૌથી વધુ છે. આ જ કારણ છે કે ભારત રોકાણ માટે વિશ્વનું પસંદગીનું સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. છેલ્લા 20 વર્ષમાં દેશમાં આવતા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)માં 20 ગણો વધારો થયો છે. કોરોના મહામારી બાદ દેશમાં આવનાર એફડીઆઈમાં 23%નો વધારો નોંધાયો છે.