રાજકોટના પીરવાડી નજીક રહેતો યુવક અને તેની પત્ની બાઇકમાં બેસી જતા હતા ત્યારે કોઠારિયા રોડ પર હુડકો ચોકડી પાસે અન્ય બાઇક સાથે અકસ્માત થતા દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયું હતું જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજતા આજી ડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પીરવાડી પાસે રહેતો અને મુળ યુપીના મુકદરઅલી જબ્બર અલી શાહમદાર (ઉ.25)અને તેની પત્ની શબનમ (ઉ.23) તા.18ના રોજ બાઇક લઇને જતા હતા ત્યારે હુડકો ચોકડી પાસે અન્ય બાઇક સાથે અકસ્માત થતાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં સારવાર દરમિયાન મુકદરઅલીનું મોત નીપજતા આજી ડેમ પોલીસે તપાસ કરતા મૃતક યુવક પાંચ ભાઇ એક બહેનમાં વચેટ હોવાનું અને સંતાન નહીં હોવાનું અને મજૂરીકામ કરતો હોય અને પત્નીને પેટમાં દુ:ખતું હોય દવા લેવા જતા હતા ને બનાવ બન્યો હોવાનું પરિવારે જણાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.