લોકસભાની ચૂંટણીનો અંતીમ તબક્કો શનિવારે છે અને 4 જૂન મંગળવારે પરિણામ રજૂ થશે તે પૂર્વે શેરમાર્કેટમાં પ્રોફિટબુક જોવા મળ્યું છે. સેન્સેક્સ વધુ 617.30 પોઇન્ટ ઘટીને 74000ની સપાટી અંદર 73885.60 પોઇન્ટ બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 216.05 પોઇન્ટના ઘટાડા સાથે 22488.65 પોઇન્ટ બંધ રહ્યો છે. રોકાણકારોની મૂડી વધુ પાંચ લાખ કરોડ ઘટીને 410.36 લાખ કરોડ રહી છે. માર્કેટબ્રેડ્થ નેગેટીવ રહેવા સાથે સેન્ટીમેન્ટ સાવચેતી તરફીનું રહ્યું છે.
બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3917 પૈકી 1190 સ્ક્રીપ્સમાં સુધારો અને 2622 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટીવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ હજુ સલામતી તરફીનું રહ્યું હતું. સેન્સેક્સ પેકમાં 7 સ્ક્રિપ્સ વધી હતી. 126 સ્ક્રીપ્સમાં વર્ષની ટોચ સામે 55 સ્ક્રીપ્સમાં વર્ષની બોટમ જોવા મળી હતી. જ્યારે 5 સક્રીપ્સમાં અપર સર્કિટ તથા 2 સ્કીપ્સમાં લોઅર સર્કિટ લાગી હતી. વિદેશી રોકાણકારો દ્વારા 3050.15 કરોડની વેચવાલી સામે સ્થાનિક રોકાણકારો દ્વારા 3432.92 કરોડની ખરીદીનો સપોર્ટ રહ્યો હતો.
ભારતમાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં વૈશ્વિક રોકાણકારોનો હિસ્સો વિક્રમી ઊંચાઈએ પહોંચ્યો છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર મંગળવારે એનએસઈ પર વિદેશી ફંડનું ઓપન ઈન્ટરેસ્ટ એટલે મૂલ્ય પ્રમાણે બાકી કોન્ટ્રાક્ટની સંખ્યા રૂ. 8.4 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. વિદેશી ભંડોળ દ્વારા લાંબા સમય સુધી ઉપાડ કર્યા પછી ગયા અઠવાડિયે સ્થાનિક શેરો કેશ માર્કેટમાં ચોખ્ખા ખરીદદાર બન્યા તે સાથે ઉછાળો આવ્યો. લગભગ એક મહિના પછી, ઇન્ડેક્સ ફ્યુચર્સની સ્થિતિ પણ વધી છે. કોલકાતા સ્થિત ડેરિવેટિવ્ઝ ટ્રેડર દિનેશ નાગપાલે જણાવ્યું હતું કે, અમે વિદેશી રોકાણકારો દ્વારા માત્ર ઇન્ડેક્સ ડેરિવેટિવ હોલ્ડિંગની દ્રષ્ટિએ પણ તેજીની સ્થિતિ જોઈ રહ્યા છીએ.