Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સ્થિરપણે વધી રહેલી માગ તથા સક્રિય સરકારી ઈન્સેન્ટિવ્સથી પ્રેરિત, ભારતના ઈલેક્ટ્રિક વ્હીકલ (ઈવી) ઉદ્યોગે છેલ્લા બે વર્ષમાં અનેક વૃદ્ધિ દર્શાવી છે. ઘરેલુ ફોર-વ્હીલર ઈવીનું વેચાણ 60-65,000ના આંકને ક્રોસ થવા સજ્જ છે. સ્વચ્છ ઊર્જાને વૈશ્વિક સ્તરે આત્મસાત કરાતા આ હિલચાલને વેગ મળ્યો છે. ગ્રાહકો પણ પર્યાવરણની દૃષ્ટિએ સજાગ બનવાની સાથે, હવે ઈવીને તેની વધુ સારા ઓપરેટિંગ ખર્ચ, ચાર્જિંગની સરળતા, આકર્ષક રેન્જ તથા પ્રદર્શનના ઓફરિંગ્સને લીધે ઈવીને વધુ પસંદ કરી રહ્યા છે.

ઉત્સાહને જાળવી રાખવા, ઓટો કંપનીઓએ પણ તેમના ઈવી પોર્ટફોલિયોને વૈવિધ્યસભર બનાવવાની સજ્જતા કેળવી છે, અને નવા મોડેલ્સ તથા સર્વોત્તમ પ્રદર્શનની વચનબદ્ધતા દર્શાવી રહ્યાં છે તેમ તાતા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી ઓપરેશન્સ, પ્રોડક્ટ લાઇન તથા ક્વોલિટીના વાઇસ પ્રેસિડેન્ટ આનંદ કુલકર્ણીએ જણાવ્યું હતું. વધુમાં નિર્દેશ કર્યો કે ઈવી ટેકનોલોજીની સંભવિત ઉત્ક્રાંતિને માપવા આપણે તેના પાયાગત મૂલ્યોને જોવા જરૂરી છે.

વર્તમાન બજારમાં એનસીએમ (નિકલ મેંગેનિઝ કોબાલ્ટ) અને એલએફપી (લિથિયમ આયર્ન ફોસ્ફેટ) બેટલીનું વર્ચસ્વ છે. ટોચના ઓટો ઉત્પાદકો બેટરી સ્તરે નવતર પ્રયોગો હાથ ધરીને, ઓછી ખર્ચાળ, ઊર્જામાં સઘન અને વજનમાં હલકી પાવર-પેક બનાવવા પ્રયત્નશીલ છે. સતત થઈ રહેલા સુધારાને રાસાયણિક શોધો તરફથી પણ સહાયતા મળે તેવી અપેક્ષા છે.