રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ પ્રસંગે કોંગ્રેસે દેશના દરેક જિલ્લામાં ભારત જોડો યાત્રા કાઢવાની જાહેરાત કરી છે. પાર્ટીએ આ માટે ઘણી જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવાની પણ યોજના બનાવી છે.
રાહુલ ગાંધીએ ગયા વર્ષે 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. 145 દિવસ સુધી ચાલેલી આ 4000 કિલોમીટર લાંબી સફર 30 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પૂરી થઈ. આ યાત્રા કેટલી લાંબી હશે, તેની રૂપરેખા અને અન્ય વિગતો ટૂંક સમયમાં જિલ્લા કોંગ્રેસ સમિતિઓને મોકલવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
શ્રીનગરમાં યાત્રાના સમાપન પ્રસંગે શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં રાહુલે કહ્યું- મેં આ યાત્રા મારા માટે કે કોંગ્રેસ માટે નહીં પરંતુ દેશના લોકો માટે કરી છે. અમારો ઉદ્દેશ્ય એવી વિચારધારા સામે ઊભા રહેવાનો છે જે આ દેશના પાયાને ખતમ કરવા માંગે છે.