સમગ્ર દેશમાં કમ્પ્લાયંસ રેગ્યુલેટરી માટે રિસ્ક એડવાઇઝર સર્વિસિસની માંગ વધી રહી છે. તેને પરિપૂર્ણ કરવા માટે મોટી ચાર એકાઉન્ટિંગ કંપનીઓ હવે વધુ લોકોને નોકરી પર રાખી રહી છે. ટેક્નોલોજી પર પણ ફોકસ વધારી રહ્યું છે. આ ચાર એકાઉન્ટિંગ ફર્મ્સમાં ડેલોઇટ, કેપીએમજી, પીડબલ્યુસી અને ઇવાયનો સમાવેશ થાય છે.
ભારતમાં કેપીએમજી ખાતે રિસ્ક એડવાઇઝરના હેડ મનોજ કુમાર વિજયના જણાવ્યા અનુસાર, કોવિડ મહામારીએ મજબૂત એન્ટરપ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટનું મહત્વ વધાર્યું છે. પીડબલ્યુસી ઇન્ડિયાના રિસ્ક એડવાઇઝરીના પાર્ટનર અને લીડર શિવરામ ક્રિષ્નને જણાવ્યું હતું કે ટેક્નોલોજીમાં વિક્ષેપો, ભૌગોલિક રાજકીય વિકાસ અને આબોહવા પરિવર્તને બિઝનેસ લીડર્સને રિસ્ક મેનેજમેન્ટમાં વધુને વધુ રોકાણ કરવા પ્રેર્યા છે.
બિઝનેસમાં વિવિધ પ્રકારના વિક્ષેપો વધ્યા છે, જેની બિઝનેસ વેલ્યુ ચેઇન પર અલગ-અલગ અસરો છે. આનું બીજું કારણ એ હોઈ શકે છે કે ઉદ્યોગ આર્થિક વૃદ્ધિ અને સ્થાનિક ઉત્પાદન માટે સરકારના મેક ઇન ઈન્ડિયા ઝુંબેશ વિશે પૂરતો વિશ્વાસ ધરાવે છે.ઇવાય ઈન્ડિયાના મતેે ઉચ્ચ મૂડીરોકાણના પરિણામે તૃતીય પક્ષના રિસ્ક મેનેજમેન્ટ કરવાની અને કેપેક્સ કાર્યક્રમોનું નિરીક્ષણ કરવાની જરૂરિયાત વધી છે.
રિસ્ક મેનેજમેન્ટમાં 35-50% ની નોંધપાત્ર વૃદ્ધિ થશે
ડેલોઈટ સાઉથ એશિયાના રિસ્ક એડવાઈઝરીના પ્રેસિડેન્ટ એન્થોની ક્રાસ્ટોએ જણાવ્યું હતું કે, આગામી બેથી ત્રણ વર્ષમાં બિઝનેસ સાઇઝ બમણી થઈ શકે છે. અમે સાયબર, ટકાઉપણું, નાણાકીય જોખમ, એન્ટરપ્રાઇઝ જોખમ સંચાલન જેવી જોખમ સલાહકારી સેવાઓમાં 35-50% ની નોંધપાત્ર વૃદ્ધિ જોઈ શકીએ છીએ.વ્યાપાર જગતમાં જટિલતાઓ ઝડપથી વધી રહી છે.