Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પોતાના હોમગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સીઝનની પહેલી મેચ જીતી લીધી. ટીમે રાજસ્થાન રોયલ્સને 11 રનથી હરાવી દીધું. જોશ હેઝલવુડે 19મી ઓવરમાં માત્ર 1 રન આપ્યો. તેણે આ ઓવરમાં 2 વિકેટ લઈને મેચ પલટી નાખી. હેઝલવુડે મેચમાં 4 વિકેટ લીધી.


શુક્રવારે બેંગલુરુમાં RRએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. RCBએ 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાન 9 વિકેટ ગુમાવીને 194 રન જ બનાવી શક્યું. યશસ્વી જયસવાલે 49 અને ધ્રુવ જુરેલે 47 રન બનાવ્યા. સંદીપ શર્માને 2 વિકેટ મળી. બેંગલુરુ તરફથી વિરાટ કોહલી અને દેવદત્ત પડિકક્કલે ફિફ્ટી ફટકારી. કૃણાલ પંડ્યાએ 2 વિકેટ લીધી.

યશ દયાલે છેલ્લી ઓવરમાં 17 રન ડિફેન્ડ કર્યા. તેણે શુભમ દુબેની વિકેટ લીધી અને ઓવરમાં માત્ર 5 રન જ આપ્યા. તેની બોલિંગે ટીમને 11 રનથી જીત અપાવી.